jivdaya

એક સાથે 1378 કરતાં વધુ જીવોને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા

શરદપૂર્ણિમાની રાત્રે એક સાથે 1378 કરતાં વધુ જીવો ને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા…

પાલનપુર હાઇવે ઉપરથી જીવ દયા પ્રેમીઓ  કતલખાને લઈ જવાતા ઘેટા બકરાની પાંચ ટ્રકો ઝડપી પાડી

પાંચ ટ્રકો માં ખીચોખીચ ભરેલા 1378 ઘેટા બકરા માંથી 21 ના મોત.

રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને ટ્રકો મારફતે બનાસકાંઠા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર ના કતલખાનાઓમાં મોકલવાનો કારોબાર બિન્દાસ પણે ધમધમી રહ્યો છે આ ટ્રકો ગુજરાતની ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હોવા છતાં પણ પોલીસ ટ્રકોને પકડતી નથી ત્યારે ન છૂટકે પોલીસ નું કામ જીવદયા પ્રેમીઓ એ કરવું પડે છે ત્યારે રવિવારે મોડી રાત્રે ફરિયાદી દિનેશભાઈ અમરાભાઇ રાઠોડ તેમના મિત્ર સાથે ઇકબાલગઢ થી દર્શન કરી પરત આવતા હતા.

રખેવાળ સમાચાર પત્ર

તે દરમિયાન તેમની ગાડી આગળ ટ્રકો શંકાસ્પદ જણાતા તે ટ્રકોમાં ગેરકાયદેસર પશુ ભરેલા હોવાનું જાણવા મળતા જેથી દિનેશભાઈ રાઠોડ એ તાત્કાલિક શ્રી રાજપુર ડીસા પાંજરાપોળોના જીવદયા પ્રેમીઓને જાણ કરતા જે બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસની મદદ મેળવી આબુરોડ હાઇવે પર આવેલ સહયોગ હોટલ નજીક પાંચ ટ્રકો જેમનો નંબર (1)GJ 12 BY 8095,(2)GJ 24 X 8225,(3) GJ 24 V 7702,(4) GJ 24 V 8686,(5) GJ 24 V 9188, આ તમામ ટ્રકોનો જીવદયા પ્રીમિયો દ્વારા પીછો કરાતા આરટીઓ સર્કલ નજીક પોલીસની મદદથી મેળવી પાંચે ટ્રકોને ઝડપી પાડેલ આ પાંચે ટ્રકોમાં જોતા કુર્તાપૂર્વક ઘેટા બકરાઓને ભરેલા જોવા મળેલ.

ગુજરાત સમાચાર

 તેમજ આ તમામ તાલુકો પાસે પશુઓની હેરાફેરી માટેનું પાસ પરમિટ માંગતા કોઈ યોગ્ય જવાબ આપેલ નહીં. આ ગાડી ચાલક જેનો (1)GJ 12 BY 8095 ના ચાલકનું નામ પૂછતા અરશદભાઈ ઈંદ્રિશભાઈ મીરઝા રહે.વાધણા તા.સિદ્ધપુર.જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ  નગ 289 જેમાં મરણ ગયેલા 11 (2) GJ 24 X 8225 જેમાં ઘેટા બકરા જીવ નગ 260 જેમાં મરણ ગયેલ 4 (3)GJ 24 V 7702 ડ્રાઈવર નું નામ પૂછતા નાસીરખાન મિશરીખાન સિપાઈ રહે.વાધણા તા.સિદ્ધપુર.જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 303 તેમજ મરણ ગયેલ (4) GJ 24 V 8686 ના ચાલકનું નામ પૂછતા તેનું નામ અમીરૂદિન મયુદીન નાગોરી રહે.વાધણા તા.સિદ્ધપુર.જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 273 જેમાં મરણ ગયેલ 4 (5) GJ 24 V 9188  ડ્રાઈવર નું નામ પૂછતા મુનિરભાઈ ઇમામભાઈ શેખ રહે.ચાંદેસર.તા.સિદ્ધપુર,જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 276 તેમજ  મરણ ગયેલ  3  તમામ ટ્રકોમાં ઘેટા બકરા જીવ 21 મરણ ગયેલ  જેમની કિંમત 21 હજાર તેમજ બાકી રહેલા ઘેટા બકરા જીવ નંગ 1378 જેમની કિંમત 34,45,000  તેમજ પાંચ ટ્રકો કિંમત 25,00000 આમ કુલ મુદ્દામાલ 59,66,000 પાલનપુર હાઇવે ઉપરથી ખીચોખી ઘેટા બકરા ભરી કતલખાને જતી પાંચ ટ્રકો ને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી હતી આ તમામ ઘેટા બકરા ને ડીસા ની કાંટ ખાતેની સંસ્થા ખાતે લાવવામાં આવ્યા હતા.

જોકે ખીચોખીચ ભરેલા હોવાથી 21 જેટલા ઘેટા બકરા ના મોત થયા છે રાજસ્થાન ના આબુરોડ તરફ થી 5 ટ્રકો માં ઘેટા બકરા ભરી ને કતલખાને અમદાવાદ તરફ જઈ રહી છે તેવી માહિતી જીવદયા પ્રેમીઓ ને મળતા તાત્કાલિક રવિવારે મોડી રાત્રે જીવદયપ્રેમીઓએ પાલનપુર હાઇવે ઉપરથી 5 ટ્રકો ને જડપી પાડી હતી જેમાં અંદર તપાસ કરતાં ખીચોખીચ ઘેટા બકરા ભરેલા હોવાથી તેમણે પોલીસ ને જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ ની ટીમ તુરંત સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તમામ જીવો ને આશ્રય માટે ડીસા ની કાંટની સંસ્થા  ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસે ખીચોખીચ ભરેલા પશુઓ ની ગણતરી કરતા કુલ 1378 ઘેટા બકરા હતા જેમાં 21 જેટલા ઘેટા બકરા જીવ ના મોત થયાં છે.

 કાંટ ખાતે આ તમામ પશુઓ માટે ઘાસચારો પાણી તેમજ તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી આ મામલે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply