બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં તાલુકા હદ વિસ્તરમાંથી એક ટ્રકમાં 66 ભેસવંશ તથા થરાદ વિસ્તરમાંથી એક જીપડાલામા 36 ઘેટા-બકરા અને અન્ય ટ્રકમાં 38 ભેશવંશ આમ બે અલગ અલગ વિસ્તારોમાંથી  ગેરકાયદેસર પશુઓને કતલખાને લઈ જતા 7 શખ્સોને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સરહદે અડીને આવેલ અને જેથી અનેક વાર ગેરકાયદેસર મોટા પ્રમાણ દારૂ માદક પદાર્થ સહિત પશુઓને કતલખાને લઈ જવા માટે મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે છે.

ત્યારે તા.15/04/2022 નાં રોજ પાલનપુર તાલુકા હદમાંથી અને તા.15/04/2022 નાં રોજ થરાદના બે અલગ અલગ વિસ્તારોમાંથી કતલખાને જતા પશુઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જયારે તા.16/04/2022 નાં બનાસકાંઠા જિલ્લાના થરાદના ખોડા ચેક પોસ્ટ પર પોલિસ વાહન ચેકીંગ માં હતી તે દરમિયાન GJ-24-X-3467 નંબર વાળી   ટ્રક ને ઉભી રખાવી તપાસ કરતા ટ્રેકમાં પશુઓનો અવાજ આવતા પોલીસે ટ્રક માં બેસેલા બે શખ્સો બેઠેલ હતા જેમાં ટ્રક ચાલક નું નામ પૂછતાં  તેને તેનું નામ અરબાઝ ગુલાબાની કુરેશી રહે.અમનપાર્ક રાજપુર રોડ ડીસા વાળો તેમજ અન્ય શખ્સ નું નામ પૂછતાં નવાઝ જાકિરભાઈ કુરેશી રહે.અમનપાર્ક રાજપુર રોડ ડીસા વાળો ટ્રક માં  ક્રૂરતાપૂર્વક દોરડા વડે એક બીજાની ચામડી ઘસાયે તે રીતે ખીચો ખીચ ભરી ઘા ચારો કે પાણી ની કોઈ વ્યવસ્થા ન હોવાથી અને એકકતલખાને લઈ જતા હતા.પોલિસ ને જાણ થતાં પોલીસે ટ્રક માં ભરેલ 38 પાડા જીવ જેની કિંમત 38 હજાર તેમજ ટ્રક ની કિંમત 5 લાખ આમ કુલ કિંમત 5,50,570 મુદામાલ સહિત બે શખ્સો ને ઝડપી પાડેલ.તેમજ થરાદ ના ઉંદરાણા  ગામની સિમ પાસે જીવદયા પ્રેમીઓ ને બાતમી મળીકે પિકપ ડાલા માં ઘેટાં બકરા ભરી ભરી કતલખાને જઈ રહ્યાં હોવાની જીવદયાપ્રેમી બાતમી ને આધારે RJ-18-B-5957 નંબર ના પિકઅપ ડાલા ને ઉભું રખાવી  તપાસ કરતા જીપ ડાલા માં ઘેટાં બકરા 36 જીવ ભરેલ જેની કુલ કિંમત 57 હજાર  તેમજ પિકઅપ ડાલા માં બેઠેલા ત્રણ શખ્સો નું નામ પૂછતાં તેમને તે હરિસિંહ  સુલતાન વણજારા તેમજ સુલતાન મુનસીરામ વણઝારા તેમજ કૈલાશકુમાર કાશીરામ ગુજર ને તમામ ને ઝડપી પાડી થરાદ પોલીસ મથકે દિલાવરસિંહ રતનસિંહ રાઠોડ (દરબાર)એ થરાદ પોલીસ મથકે હરિસિંહ  સુલતાન વણજારા તેમજ સુલતાન મુનસીરામ વણઝારા તેમજ કૈલાશકુમાર કાશીરામ ગુજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલોસે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે