જીવદયા કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા કતલખાને જતાં જીવોને બચાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પાલનપુર પશ્વિમ પોલીસ,પાલનપુર તાલુકા પોલીસ,અમીરગઢ પોલીસ અને ડીસા તાલુકા પોલીસ સ્ટે.માં ગુનાઓ નોધાવી 112 જીવોને બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા છે

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટે.ગુનાના કામે: તા.06/03/2023નાં રોજ 20 ભેશવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા.

રાજસ્થાન તરફ જતી એક ટ્રકને પાલનપુર એરોમા સર્કલ પાસે જીવદયા કાર્યકરો દ્વારા રોકાવી પાલનપુર પશ્વિમ પોલીસને બોલાવી તપાસ કરતા ટ્રક નંબર:GJ-08-Z-9410માં ક્રુરતાપૂર્વક  ભેશવંશ જીવ 20 મળી આવતા પાલનપુર પોલીસ મથકે ગુ.ર.નંબર:11195010230122 મુજબ ફરિયાદ નોધી બચાવેલ ભેસવંશ જીવ:20 શ્રી રાજપુર ડીસા પાંજરાપોળમાં સારસંભાળ માટે સોપવામાં આવ્યા.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટે.ગુનાના કામે તા.12/03/2023નાં રોજ 15 ભેશવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા.

અમદાવાદ તરફ જતાં એક ડાલાનો પાલનપુર જગાણા પાસે અકસ્માત થયો હતો જેમાં 15 ભેસવંશ જીવ હોવાની જીવદયા કાર્યકરોને ખબર પડતા પાલનપુર તાલુકા પોલીસને બોલાવી ગાડી નંબર:GJ-08-AU-4403 માં ક્રુરતાપૂર્વક ભરેલ  ભેશવંશ જીવ 15 મળી આવતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુ.ર.નંબર:11195035230178 મુજબ  ફરિયાદ નોધી બચાવેલ ભેસવંશ જીવ:15 શ્રી રાજપુર ડીસા પાંજરાપોળમાં સારસંભાળ માટે સોપવામાં આવ્યા.

અમીરગઢ પોલીસ સ્ટે.ગુનાના કામે તા.17/03/2023નાં રોજ 65 ગૌવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા.

રાજસ્થાન થી મહારાષ્ટ્ર તરફ જતાં એક કન્ટેનર(ટ્રક) માં ગૌવંશ કતલખાને જતાં હોવાની બાતમીનાં આધારે અમીરગઢ પોલીસે HR-39-E-2048 નંબરનું કન્ટેનર રોકાવી તેમાં તપાસ કરતા 65 ગૌવંશ ક્રુરતાપૂર્વક ભરેલ મળી આવતા અમીરગઢ પોલીસે ગુ.ર.નંબર:11195003230141 થી ફરિયાદ નોધી બચાવેલ તમામ ગૌવંશ જીવ 65ને આપણી સંસ્થા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ માં મુક્યા.

ડીસા તાલુકા પોલીસ સ્ટે.ગુનાના કામે તા.17/03/2023નાં રોજ 2 ભેસવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા.

ડીસા તાલુકાના બાઈવાડા જોડેથી એક ડાલા માં 2 ભેશવંશ જીવોને કતલખાના તરફ લઇ જતાં હોવાની કાર્યકરોને ખબર પડતા ડીસા તાલુકા પોલસને જાણ કરી GJ-24-X-1593 નંબર ના ડાલામાં 2 ભેસવંશ જીવ મળી આવતા ડીસા તાલુકા પોલીસે ગુ.ર.નંબર:11195019230196 થી ફરિયાદ નોધી બચાવેલ 2 ભેશવંશ જીવને આપણી સંસ્થા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ માં મુક્યા.