
એક જ અઠવાડિયામાં 2 અલગ અલગ જગ્યાએથી કતલખાને જતાં જીવોને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા.
પાલનપુર પાસેથી કતલખાને જતા 35 ભેશવંશ જીવોને બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા..
ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સરહદે અડીને આવેલ અને જેથી અનેક વાર ગેરકાયદેસર મોટા પ્રમાણ દારૂ માદક પદાર્થ સહિત પશુઓને કતલખાને લઈ જવા માટે મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે છે.
ત્યારે તા.06/03/2023 નાં રોજ પાલનપુર પશ્ચિમ હદમાંથી અને તા.12/03/2023 નાં રોજ પાલનપુર તાલુકાના વિસ્તારોમાંથી કતલખાને જતા 35 જીવોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તા.06/03/2023 નાં મોડી રાત્રે આપણા કાર્યકર્તાઓને બાતમી મળતા પાલનપુર એરોમા સર્કલ જોડે હતા ત્યારે ત્યાંથી રાજસ્થાન તરફ જતી એક GJ-08-Z-9410 નંબર વાળી શંકાસ્પદ ટ્રક રોકવી તપાસ કરતા ટ્રકમાં પશુઓનો અવાજ આવતા પાલનપુર પશ્વિમ પોલીસને બોલાવી ટ્રકમાં વધુ તપાસ કરતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ, ઘાસ-ચારો કે પાણી ની કોઈ વ્યવસ્થા ન હોવાથી અને કતલખાને લઈ જવાતા 20 ભેશવંશ મળી આવ્યા હતા અને તા.12/03/202૩ નાં મોડી રાત્રે અમદાવાદ તરફ જતા પાલનપુર જગાણા પાસે GJ-08-AU-4403 નંબરનાં ડાલા(મીની ટ્રક) દ્વારા એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં પોલીસે તપાસ કરતા 15 ક્રુરતાપૂર્વક ભેસવંશ ને કતલખાને જતાં કબજે કાર્ય હતા અને ધોરણસરની ફરિયાદ નોધી હતી અને ઉપરોક્ત બંને ગુન્હાનાં કામે પકડાયેલ કુલ 35 જીવોને આપણી સંસ્થા રાજપુર ડીસા પાંજરાપોળ કાંટ મુકવામાં આવ્યા હતા.


Hello World! https://racetrack.top/go/giywczjtmm5dinbs?hs=7cb9015031a8997170e63683702d810a&
jrpl93