ડીસા માલગઢ પાસેથી કતલખાને જતા ઘેટા-બકરાજીવોને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં..

તાજેતરમાં ધોળા દિવસે ડીસા માલગઢ પાસેથી એક જીપડાલામાં ક્રુરતાપુરવક ઘેટા-બકરા જીવ 32 ને કતલખાને લઇ જતાં હોવાની જીવદયાપ્રેમી અને ફરિયાદી ચંદનસિંગ પોતાની ગાડીમાં માલગઢથી ડીસા તરફ આવતા જાણ થતાં તેઓએ તે ગાડીનો પીછો કરી ગાડી ડીસા તાલુકા પોલીસે મથક લાવવા અને આપણી સંસ્થાનાં જીવદયા કાર્યકર રમેશભાઈ અને મયુરભાઈ નો સંપર્ક કર્યો ત્યારે આપણા જીવદયાપ્રેમી કાર્યકરો અને વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણી પણ ડીસા તાલુકા પોલીસ મથકે પહોચી ગયા અને જીપ ડાલા નંબર:GJ 18 AX 2493 ચાલક વિરુધ ધોરણસરની ફરિયાદ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી અને બચાવેલ જીવોને આપણી સંસ્થામાં લાવી તેમની ખોરાક પાણી અને જરૂરી સારવારની વ્યવસ્થા કરાવવામાં આવી.

બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ છે અને અબોલજીવોની ગેરકાયદેસર કતલ માટે હેરાફરી થઇ રહી છે જયારે આપણા બાહોશ જીવદયા કાર્યકરો પોતાના જીવના જોખમે રાત દિવસ જોયા વગર પોલીસની મદદથી બાતમી મળતા આવી જીવોને બચાવવા તત્પર હોય છે કતલખાને જતાં જીવોને બચાવે છે.જયારે આપણી સંસ્થા રાજપુર ડીસા પાંજરાપોળમાં છેલ્લા 30 વર્ષમાં કતલખાને જતાં 1.35 લાખ જેવા જીવોને બચાવવામાં આવ્યા છે અને વર્તમાનમાં આપણી સંસ્થામાં 9000 જેટલા જીવો આશ્રિત છે અને તેઓનો નિભાવ માટે રોજના 4.25 લાખ જેટલો ખર્ચ થઇ રહ્યો છે અને આ કાર્ય ગુરુ ભગવંતો,શ્રીસંઘો અને આપ જેવા ઉદારદિલ દાતાના સહયોગથી સુપેરે ચાલી રહેલ છે.