અમીરગઢ તાલુકાના જેથી ગામ પાસે આવેલ ગંગાસાગર પાસે જીવદયા પ્રેમીઓએ 15 જેટલી ભેંસો ભરેલ ટ્રક ઝડપી પાડી અમીરગઢ પોલીસ ને સોંપી અમીરગઢ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાન ની બોડરે અડીને આવેલો જિલ્લો છે.જેથી અનેક વાર રાજસ્થાનથી પશુઓને કતલખાને મોકલવા માટે મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે છે.ત્યારે આજે વધુ એક ભેંસો ભરેલી ટ્રક જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી છે.

અમરીગઢ તાલુકાના જેથી ગામ ખાતે રહેતા લાલજીભાઈ અમરતભાઈ દેસાઈ તેમજ તેમના મિત્રો આજે પાલનપુર થી જેથી ગામ તરફ પોતાની ગાડી લઈ જતા હતા તે દરમિયાન તેમની બાજુમાંથી એક ટ્રક નંબર GJ-24-V-9455 ની પાછળ તાંડપત્રી બાંધેલી હોઈ જેથી શંકાસ્પદ જણાતા તેનો પીછો કરી જેથી ગામ પાસે આવેલ ગંગાસાગર પાસે ટ્રક ને રોકાવી ટ્રક માં ડ્રાઈવર અને કંડકટર બને હાજર હતા અને ટ્રક માં જોતા 15 જેટલી ભેંસો ને કુરતાપૂર્વક તેમની ચામડી ઘસાય તેવી રીતે ખીચોખીચ ભરેલી અને ઘાસ ચારો તેમજ પાણી ની કોઈ વ્યવસ્થા ન કરેલી હતી. ડ્રાઈવરને નામ પૂછતાં તેનું નામ નૌસાદ ઇલિયાસભાઈ સિપાહી રહે.વાધણા તા.સિદ્ધપુર તથા કંડકટર સકિલખાન જહાંગિરખાન પઠાણ રહે.વાધણા તા.સિદ્ધપુર વાળા ઓને ભેંસો ક્યાંથી ભરેલ છે તે બાબતે પૂછતાં કોઈ સંતોસ કારક જવાબ ન મળતા જે બાદ તાત્કાલિક અમીરગઢ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે ભેંસો ભરેલ ટ્રક અમીરગઢ પોલીસ સ્ટેશન મથકે લઈ ગયેલ. જેમાં 15 ભેંસો અમીરગઢ પોલીસે કબ્જે કરી નૌસાદ ઇલિયાસભાઈ સિપાહી રહે.વાધણા તા.સિદ્ધપુર વાલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમામ ભેશવંશ જીવોને સાચવણી માટે ડીસા સંસ્થામાં લાવવામાં આવ્યા અને ત્યાં હાજર ગોવાળોએ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી અને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી હતી.

આપણી સંસ્થા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળમાં વર્તમાન સરેરાશ ૯૦૦૦ કરતા વધુ ગૌવંશ,ભેશવંશ,ઘેટા-બકરા તેમજ ઘોડા,ઊંટ,ગધેડા વિગેરે આશ્રિત છે જેમનો નિભાવ ખર્ચ રોજનો રૂ.3.50 લાખ રૂપિયા થઇ રહ્યો છે.