
11 અબોલજીવોને રાજસ્થાનથી કતલખાને જતાં ડીસા નજીક બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા
રાજસ્થાનથી ભરેલ ડીસા તરફ એક પિકઅપ ડાલામાં 11 જેટલા ભેશવંશ ગેરકાયદેસર કતલખાને લઈ જવાની બાતમી જીવદયા પ્રેમીઓને થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા કંસારી ટોલનાકા પાસેથી જીપડાલા સહિત એક શખ્સની ઝડપી પોલીસ હવાલે કરાયો હતો
બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પશુઓની કતલખાને મોકલવાની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌહત્યા અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી પશુઓને કતલખાને જતા અટકાવવામાં આવી રહ્યા છે.
ત્યારે ગુરુવારે 11 ભેસવંશ ભરેલું જીપડાલુ કતલખાને જતુ અટકાવી જીવોને બચાવી જીપડાલા ચાલક સરફરાજ મહોમદખાન પઠાણને પોલીસ હવાલે કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજસ્થાનથી ડીસા તરફ એક પીકપ ડાલુ જેમાં ગેરકાયદેસર રીતે 11 ભેંસવંશને કતલખાને લઈ જવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા હિમાલયભાઈ માલોશાનીયા, મનીષભાઈ ભાટ, જયેન્દ્રસિહ, રાજકુમાર દરજી, અંકુરભાઇ પટેલ, જીગરભાઈ કાનાણી તેમજ મગશીભાઈ રબારી અને મયુરભાઈ ચોકસી જીવદયા પ્રેમીઓ દ્વારા ડીસાના કંસારી નજીક આવેલ ટોલ પ્લાઝા પાસે પશુ ભરેલું પીકપ ડાલુ આવી રહ્યું છે જેની બાતમી મળતા જીવદયા પ્રેમીઓએ કંસારી ટોલનાકા પાસે આવતા જીપડાલાને ઝડપી પાડયું હતું.

તેમજ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જીવદયા પ્રેમીઓ દ્વારા જીપડાલાના ચાલકને પશુઓ કઈ જગ્યાએ લઈ જવાનું પૂછતા ગાડીના ચાલકે પશુઓને ડીસા ખાતે લઈ જવાનું જણાવ્યું આવ્યું હતું. જે બાદ જીવદયા પ્રેમીઓએ ભરેલા 11 પાડા જીપડાલા સહિત ગાડી ચાલકને પોલીસ હવાલે કર્યો હતો જે બાદ ગાડીમાં ભરેલ 11 પાડા શ્રી રાજપુર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યાં ટ્રસ્ટીશ્રીની સુચનાથી તમામ જીવોને ગાડીમાંથી ઉતારી જીવોની પ્રાથમિક જરૂરી સારવાર તેમજ ઘાસચારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



